પાડો પણ, રૂપરૂપનો અંબાર! કિંમત એક કરોડ

પાડો પણ, રૂપરૂપનો અંબાર! કિંમત એક કરોડ

વર્લ્ડ WORLD
Spread the love



પશુપાલક જુએ તો પહેલી નજરે ગમી જાય એવો આ પાડો. જેનું નામ છે મોર! કારણ કે તેનું રૂપ મોર જેવું છે. હાલ તો આ પાડાએ જાણે કે ગામ ગાંડુ કર્યું છે કારણ કે તેની કિંમત એક કરોડ રૂપિયા આંકવામાં આવી છે. છતાં પાડાના માલિક અરજણભાઈ ચૌધરી તેને વેચવા માગતા નથી. ત્યારે વાવ થરાદ જિલ્લાના આજાવાડા ગામનો આ પાડો જ્યારથી જસરાના પશુમેળામાં પહોંચ્યો ત્યારથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાડાને સાચવવા માટે અરજણભાઈ દરરોજ એક હજાર રૂપિયા ખર્ચ કરે છે. પાડાને નવડાવવા માટે ખાસ તળાવની પણ વ્યવસ્થા છે. શેમ્પૂથી સ્નાન કરાવ્યા પછી તેના શરીરે તેલની માલીશ કરાય છે. પછી તો પાડાનું રૂપ એવું આકર્ષક બને છે કે લોકો તેને જોવા અને સેલ્ફી પડાવવા પણ આવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *