પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનું ભારતીય ટીમ પર દિલ આવ્યું! સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ માટે કર્યો ખાસ શબ્દોનો પ્રયોગ

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનું ભારતીય ટીમ પર દિલ આવ્યું! સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ માટે કર્યો ખાસ શબ્દોનો પ્રયોગ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ જીતીને વિશ્વ વિજેતા બની ગઈ છે, જેના કારણે દુનિયાભરમાંથી ટીમ તથા ખેલાડીઓ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. જેમાં હવે ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શાહિદ આફ્રિદીનું નામ પણ જોડાયું છે.

પાકિસ્તાનના 49 વર્ષના ક્રિકેટરે કહ્યું, ભારતીય ટીમ ચેમ્પિયન બનવા માટે હકદાર હતી
પાકિસ્તાનના 49 વર્ષના ક્રિકેટરે કહ્યું, ભારતીય ટીમ ચેમ્પિયન બનવા માટે હકદાર હતી

ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદમાં ન્યૂઝીલેન્ડને ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. સતત બીજા વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ટ્રોફી ઉઠાવીને ઇતિહાસ રચ્યો છે, આવું 2007થી કોઈ ટીમ કરી શકી નથી. પોતાની ધરતી પર ટી20 વર્લ્ડ કપ જીતનારી પહેલી ટીમ બનવાનો ઇતિહાસ પણ ભારતીય ટીમે જ રચ્યો છે. આવામાં ટીમ તથા ખેલાડીઓ અને કેપ્ટન પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. જેમાં હવે પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શાહિદ આફ્રિદીનું નામ પણ જોડાયું છે. જેણે ભારતીય ટીમના વખાણ કર્યા છે. ભારતે રવિવારે અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનના મોટા માર્જિનથી હરાવીને ટ્રોફી ઉઠાવી હતી. આફ્રિદીએ કહ્યું કે ભારતીય ટીમ જ જીતની હકદાર હતી, આ સાથે આફ્રિદીએ સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની પણ પ્રશંસા કરી છે.

નોંધનીય છે કે, ભારત તરફથી જસપ્રીત બુમરાહ સ્ટાર બોલર રહ્યો છે, જેણે આ ટી20 વર્લ્ડ કપમાં વરુણ ચક્રવર્તિની બરાબરી કરીને સૌથી વધુ 14 વિકેટ લીધી છે. જેમાં સેમિફાઈનલ અને ફાઈનલમાં તેની બોલિંગની જબરજસ્ત બોલબાલા રહી હતી.

શાહિદ આફ્રિદીએ ભારતીય ટીમની પ્રશંસા કરીને કહ્યું કે, ભારતીય ટીમે વર્લ્ડ કપ જીત્યો છે અને તેઓ જ જીતના હકદાર હતા, ભારતીય ટીમ જબરજસ્ત ટીમ કોમ્બિનેશન સાથે મેદાન પર ઉતરી હતી, જે ખેલાડીઓ બહાર બેઠા હતા તેઓ પણ એટલા જ સારા હતા, હું કાયમ કહું છું કે બેન્ચ સ્ટ્રોંગ હોવી જોઈએ અને ભારતીય ટીમની બેન્ચ પણ મજબૂત હતી. ભારતીય ટીમ આખી ટુર્નામેન્ટમાં ચેમ્પિયનની જેમ રમી છે.

સંજુ સેમસનનો ઉલ્લેખ કરીને આફ્રિદીએ કહ્યું કે, તેને લાંબા સમય પછી તક મળી અને તેણે ઓપનિંગમાં આવીને ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. તેણે તક જોઈને રન બનાવવામાં સફળતા હાંસલ કરી હતી, અભિષેક શર્માએ પણ (ફાઈનલ) જબરજસ્ત પ્રદર્શન કર્યું, આ સિવાય ઈશાન કિશનનું આઉટસ્ટેન્ડિંગ પ્રદર્શન રહ્યું હતું. પાકિસ્તાન સામે પણ તેણે શાનદાર રમત રમી હતી અને વર્લ્ડ કપમાં તેનું સારું પ્રદર્શન રહ્યું હતું.

જસપ્રીત બુમરાહને દુનિયાનો શ્રેષ્ઠ બોલર કહીને આફ્રિદીએ કહ્યું કે, ટીમને જ્યારે જરુર હતી ત્યારે બુમરાહે પોતાની જવાબદારી નિભાવી છે, નવો બોલ હોય કે જૂનો બોલ તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે.

ન્યૂઝીલેન્ડની ટીમ પાસે શરુઆતની 6 ઓવરમાં તક હતી પરંતુ તેમના ઓપનર્સ નિષ્ફળ રહ્યા હતા. આ બધામાં ભારતીય ટીમે ગજબનું ફોર્મ બતાવ્યું અને તેમને ટ્રોફી જીતવા બદલ હું ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/રમત-જગત/

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનું ભારતીય ટીમ પર દિલ આવ્યું! સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ માટે કર્યો ખાસ શબ્દોનો પ્રયોગ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *