Final Up to date:
નાળિયેરનું કાચલું કુદરતી રીતે જ ખૂબ સખત હોય છે. તેની ઉપરના રેસા અને તેનો અંદરનો ભાગ બળી ગયેલી કાળાશને ઉખેડવામાં ખૂબ જ મદદરૂપ છે. જો તમારી લોખંડની કડાઈ કે તવો ખૂબ જ કાળો થઈ ગયો હોય, તો નાળિયેરના કાચલાથી બનાવવામાં આવેલો કૂચો જિદ્દી ચીકાશ સરળતાથી દૂર થાય છે.
How you can use coconut shells: રસોડામાં રસોઈ કરતી વખતે વાસણો બળી જવા અને તેમાં તેલની ચીકાશ જામી જવી એ સામાન્ય વાત છે. ખાસ કરીને જ્યારે ચાનું તપેલું કે દૂધનું વાસણ બળી જાય ત્યારે તેને સાફ કરવામાં પરસેવો છૂટી જતો હોય છે. બજારમાં મળતા સ્ટીલના સ્ક્રેપર કે જૂના ઘસવાના સાધનો ઘણીવાર વાસણ પર લીસોટા પાડે છે અથવા હાથને નુકસાન પહોંચાડે છે. જોકે, આ સમસ્યાનો ઉકેલ તમારા જ રસોડામાં રહેલો છે. શું તમે જાણો છો કે નાળિયેરના જે કાચલાને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ, તે વાસણ સાફ કરવા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે?
સૌ પ્રથમ નાળિયેરના છાલટાને અલગ કરી લો. નાળિયેરના છાલટા એટલે કે નાળિયેરના રેસાઓ જેવો ભાગ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, રેસા જેટલા વધારે લાંબા અને ગુચ્છેદાર હશે, તમારું સ્ક્રબર(વાસણ ધોવાનો કૂચો)તેટલું જ વધુ સારું બનશે. તમારે આ લાંબા અને ગુચ્છેદાર રેસાને પાણીથી ધોઈને સાફ કરી લેવા જોઈએ, જેથી રેસામાં રહેલી તમામ ધૂળ નીકળી જાય.
તમારે નાળિયેરના છાલટા ગોળ અથવા ચોરસ આકારમાં ફેરવવાના છે. જ્યારે રેસા વળી જાય, ત્યારે તેને વચ્ચેથી શણની દોરી વડે બાંધી લો. તમે શણની દોરીની જગ્યાએ કોઈ મજબૂત રેસાનો પણ ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી તમારું હોમમેડ સ્ક્રબર લાંબા સમય સુધી ખરાબ થશે નહીં. હવે તમે તેને સામાન્ય સ્ક્રબરની જેમ જ વાસણો પર રહેલી ચીકાશ અને ગંદકી દૂર કરવા માટે વાપરી શકો છો.
આ ઇકો-ફ્રેન્ડલી સ્ક્રબરની મદદથી વાસણો સરળતાથી સાફ થઈ શકશે અને ચમકી ઉઠશે. જ્યારે પણ આ સ્ક્રબરનો ઉપયોગ કરો, ત્યારે તેને ધોઈને તડકામાં ચોક્કસ સુકવો. નાળિયેરના છાલટામાંથી બનાવેલું આ સ્ક્રબર બજારમાં મળતા સ્ક્રબરની સરખામણીમાં ઘણું વધારે સારું સાબિત થઈ શકે છે. આ હોમમેડ સ્ક્રબરની સેલ્ફ લાઈફ (ટકી રહેવાની ક્ષમતા) બજારમાં મળતા સ્ક્રબર કરતા વધુ હશે. તેથી હવે પછી જ્યારે પણ ઘરમાં નાળિયેર લાવો, ત્યારે તેના છાલટાને નકામા સમજીને ફેંકશો નહીં, પરંતુ આ રીતે ઉપયોગ કરીને ચોક્કસ જોજો.
જો વાસણ ખૂબ જ વધારે બળી ગયું હોય, તો નાળિયેરના કાચલા સાથે થોડો બેકિંગ સોડા અથવા લીંબુનો ઉપયોગ કરો. કાચલાની અંદરની સપાટીથી ઘસવાથી વાસણમાં એક નવી જ ચમક આવે છે. આ રીતથી તમારો ખર્ચ તો બચે જ છે, સાથે સાથે તમે પ્લાસ્ટિકના સ્કબરનો ઉપયોગ ઘટાડીને પર્યાવરણને પણ મદદ કરી શકો છો. નાળિયેરના કાચલાનો આ દેશી નુસખો વર્ષોથી ભારતીય ઘરોમાં વપરાતો આવ્યો છે, પરંતુ આધુનિક યુગમાં આપણે તેને ભૂલી ગયા છીએ. હવે જ્યારે પણ ઘરમાં નાળિયેર આવે, તો તેના કાચલાને ફેંકવાને બદલે રસોડામાં એક ખૂણે સાચવી રાખજો, તે તમારી મહેનત અને પૈસા બંને બચાવશે.

