નર્સિગ હોસ્પિટલની બસમાંથી 3 દિવસથી ટપકી રહ્યું છે ડીઝલ

નર્સિગ હોસ્પિટલની બસમાંથી 3 દિવસથી ટપકી રહ્યું છે ડીઝલ

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



સરકારી હોસ્પિટલમાં ચાલતા રેઢિયાળ વહીવટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજની બસમાંથી ડીઝલનો વેડફાટ કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પડેલી બસમાંથી ધીમે ધીમે ડીઝલ ટપકી રહ્યું છે, છેલ્લા 3 દિવસથી આ ડીઝલ સતત ટપકતું હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે આગની ચિંગારી અહીં ભભૂકી ઉઠે તો? શું હોસ્પિટલ તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *