પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપી મેરુ વાઘેલા છેલ્લા કેટલાક વર્ષથી ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલ ટેક્સ પાસે બહારથી યુવતીઓને લાવીને દેહવેપારનો ધંધો કરાવતો હતો. આવી જ રીતે ગઈકાલે પણ તે 46 વર્ષીય રૂકશાનાબેન ખાતુન(હાલ મૃત) સાથે હાઈવે પર અવાવરૂ જગ્યાએ મળ્યો હતો. જ્યાં ગ્રાહક આવ્યા, આ રૂકશાના ખાતુન અને આરોપી મેરુ વાઘેલા વચ્ચે ગ્રાહક બાબતે કોઈ બોલાચાલી થઈ હતી, અને મામલો બિચકતા, આ યુવતીએ મેરુભાઈને બેથી ત્રણ થપ્પડ મારી હતી. જેથી રોષે ભરાયેલા મેરુ વાઘેલાએ પોતાની પાસે રહેલ છરી કાઢી, અચાનક 3-4 ઘા ઝીંકી રૂકશાનાબેન ખાતુનને મોતને ઘાટ ઉતારી દીધી હતી, અને બાદમાં ત્યાંથી નાસી છૂટ્યો હતો.

