Final Up to date:
તમે ક્રિકેટના દિવાના છો તો તમારે આ મૂવી ખાસ જોવી જોઈએ, જે બોલિવૂડના દિગ્ગજ ક્રિકેટર પર બની છે. આમ, તમે આ મૂવીઝ હજુ સુધી જોઈ નથી તો ખાસ જોઈ લો. તો તમે પણ આ લિસ્ટ પર નજર કરી લો.
ભારતમાં ક્રિકેટ સૌથી વધુ પસંદ કરવામાં આવતી એક ગેમ છે. જો કે મોટાભાગના લોકો એવું માને છે કે ધોની અને સચિનની લાઇફ પર જ ફિલ્મ બની છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સિવાય બીજા ક્રિકેટર્સ પર પણ ફિલ્મ બની છે. આમ, તમે હજુ સુધી આ મૂવી નથી જોઈ તો ખાસ જોઈ લો.
એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતના સૌથી સફળ આંતરરાષ્ટ્રીય કેપ્ટન રહી ચૂકેલા ધોનીના જીવન પર વર્ષ 2016 માં ફિલ્મ એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી રિલીઝ થઈ હતી. ફિલ્મનું આઇએમડીબી રેટિંગ 8 છે.
83
1983 ક્રિકેટ વર્લ્ડ કપ પર બની આ ફિલ્મ વર્ષ 2021 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મનું આઇએમડીબી રેટિંગ 7.5 છે. આ મૂવી તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો. દીપિકા પાદુકોણ આ ફિલ્મની કો પ્રોડ્યુસર હતી.
સચિન: અ બિલિયન ડ્રીમ્સ
વર્ષ 2017 માં સચિન તેંડુલકરના જીવન પર આધારિત સચિન અ બિલિયન ડ્રીમ્સ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ એક ડોક્યુમેન્ટરી સ્પોર્ટ્સ ફિલ્મ હતી, જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આઇએમડીબી રેટિંગ 8.4 છે.
કૌન પ્રવીણ તાંબે?
આ ફિલ્મ ભારતીય ક્રિકેટર પ્રવીણ તાંબાના જીવન પર આધારિત છે. ફિલ્મ વર્ષ 2022 માં રિલીઝ થઈ હતી. ફિલ્મ ડિઝ્ની હોટસ્ટાર રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું આઇએમડીબી રેટિંગ 8.2 છે. આ ફિલ્મમાં શ્રેયસ તલપડે લીડ રોલમાં જોવા મળ્યા હતા.
અઝહર
વર્ષ 2016 માં રિલીઝ થયેલી આ ફિલ્મ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીનના જીવન પર આધારિત છે. વર્ષ 2000 માં તેમણે 99મી ટેસ્ટ મેચમાં શતક બનાવ્યું હતું પરંતુ તેમના પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. આ ફિલ્મનું આઇએમડીબી રેટિંગ 5.7 છે.
શાબાશ મિઠુ
શાબાશ મિઠુ ભારતીય મહિલા ક્રિકેટની કેપ્ટન રહી ચૂકેલા ક્રિકેટર મિતાલી રાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મનું આઇએમડીબી રેટિંગ 5.6 છે. આ મૂવી તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
Mumbai,Maharashtra
Mar 09, 2026 10:13 AM IST

