Tamil Nadu Meeting Election 2026 : ભારતીય જનતા પાર્ટીએ તામિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે 27 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપની આ યાદીમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે તેના સ્ટાર નેતા કે અન્નામલાઈનું નામ ન હતું. ભાજપની આ યાદીમાં કેન્દ્રીય મંત્રી એલ મુરુગનને અવિનાશી, પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદદરરાજનને માયલાપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
તામિલનાડુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ નૈનાર નાગેન્થ્રાનને સત્તુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનાથીને શ્રીનિવાસન કોઈમ્બતુર (ઉત્તર)થી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોઈમ્બતુર (ઉત્તર) કોઇમ્બતુર શહેરની એકમાત્ર બેઠક છે, જે ભાજપની દ્રષ્ટિએ મજબૂત માનવામાં આવે છે. ભાજપના અન્ય અગ્રણી ઉમેદવારોમાં મોદક્કુરિચી વિધાનસભા બેઠક પરથી કીર્તિકા શિવકુમાર (કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય), વિલાવનકોડ વિધાનસભા બેઠક પરથી એસ વિજયધરણી અને થલ્લી વિધાનસભા બેઠક પરથી નાગેશ કુમારનો સમાવેશ થાય છે.
તામિલનાડુ ભાજપની યાદી વિવિધ ક્ષેત્રના જાણીતા ચહેરાઓ અને સંગઠનાત્મક ઉમેદવારો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ છે, પરંતુ મુખ્ય ધ્યાન એવા ચહેરાઓ પર છે જે યાદીમાં ગેરહાજર છે. અન્નામલાઈએ અગાઉ કહ્યું હતું કે તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે નહીં, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વના કેટલાક મોટા નેતાઓએ તેમને પોતાનો નિર્ણય બદલવા માટે સમજાવ્યા હતા. આ પછી તેમણે ફરીથી ચૂંટણી લડવાનું વિચારવાનું શરૂ કર્યું હતું.
એક વરિષ્ઠ નેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પાર્ટીએ તેમની સાથે અનેક રાઉન્ડની ચર્ચા કરી હતી. પાર્ટીનું નેતૃત્વ ઇચ્છતું હતું કે તેઓ ચૂંટણી લડે. જોકે અન્નામલાઈની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે એનડીએમાં પક્ષોની અંતિમ બેઠક વહેંચણીની વ્યવસ્થાના આધારે તેમનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અન્નામલાઈની પાર્ટી સાથેની વાતચીતથી વાકેફ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે જો ભાજપને કોઈમ્બતુરમાં બીજી બેઠક મળી હોત તો તેઓ ચોક્કસપણે ચૂંટણી લડવાનું વિચારી શક્યા હોત.
આ પરિસ્થિતિ શા માટે ઉભી થઈ?
તામિલનાડુમાં એનડીએમાં બેઠકોની વહેંચણી પર એઆઈએડીએમકેના એડપ્પડી કે પલાનીસ્વામીનો કંટ્રોલ જોવા મળ્યો હતો. ભાજપની માંગ હોવા છતાં તેમને સિંગાનલ્લૂર (જે અનૌપચારિક રીતે અન્નામલાઈ માટે સંભવિત બેઠક માનવામાં આવતી હતી) અલાવા સુલુર અને ગૌંડનપાલયમ જેવી બેઠકો મળી ન હતી. ભાજપે ચેન્નાઈ અને કોઈમ્બતુર જેવા શહેરી વિસ્તારોમાં ફક્ત એક બેઠકથી સંતુષ્ટ રહેવું પડ્યું હતું.
આમ આદમી પાર્ટીમાં આંતરિક સંઘર્ષ સામે આવ્યો, રાઘવ ચઢ્ઢા પર આતિશી અને સંજય સિંહે કર્યા સવાલો
ભાજપના અંદરના લોકોએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અન્નામલાઈની ઉમેદવારી અંગેની અનિશ્ચિતતાને કારણે ઉમેદવારોની અંતિમ સૂચિમાં વિલંબ થયો હતો. પાર્ટી નેતૃત્વએ છેલ્લી ઘડી સુધી તેમના માટે દરવાજા ખુલ્લા રાખ્યા હતા.
તામિલનાડુમાં ભાજપ માટે બેઠકોની વહેંચણી શું દર્શાવે છે?
રાજ્યમાં આ બેઠકોની વહેંચણી ભાજપનો મર્યાદિત પરંતુ સતત વધતો પ્રભાવ દર્શાવે છે. ભાજપે 2021માં તમિલનાડુની 20 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી અને ચાર બેઠકો જીતી હતી. આ વખતે ભાજપે તામિલનાડુમાં 27 બેઠકો મળી છે. ભાજપના નેતાઓનું માનવું છે કે આ વખતે બેઠકોની સંખ્યાને બદલે વિવિધ પ્રદેશોમાં ફેલાયેલી બેઠકોએ જ પાર્ટીની અપેક્ષાઓને આકાર આપ્યો છે.
બેઠકોની વહેંચણી પર ભાજપનું નરમ વલણ
તામિલનાડુમાં એનડીએ વચ્ચે બેઠકોની વહેંચણીએ પણ સંકેત આપ્યો છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ આ વખતે વાતચીત દરમિયાન ખાસ દબાણ કર્યું નથી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ ભવિષ્યની યોજનાઓ તરફ ઇશારો કરતા કહ્યું કે આ વખતે પાર્ટીની પ્રાથમિકતા ગઠબંધનને મજબૂત રાખવાની છે. તેમણે કહ્યું કે 2029 ભાજપ માટે મહત્વપૂર્ણ છે.
