અમદાવાદઃ ટી20 વર્લ્ડ કપમાં 21મી ફેબ્રુઆરીથી એક નવો રોમાંચ જોવા મળશે, કારણ કે અહીંથી 8 ટીમો વચ્ચે સેમીફાઈનલથી ફાઈનલ સુધી પહોંચવાની રેસ શરુ થવાની છે. ભારત, ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સુપર-8ના ગ્રુપ-1માં છે, જ્યારે પાકિસ્તાન, શ્રીલંકા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ગ્રુપ-2માં છે. 4 ટીમોના બે ગ્રુપમાં ટોપ-2 ટીમો સેમીફાઈનલમાં એન્ટ્રી કરશે જ્યારે સુપર-8 બાદ 4 ટીમોનો ટી20 વર્લ્ડ કપનો સફર સમાપ્ત થઈ જશે. આવામાં ભારત અને પાકિસ્તાનની મેચ સેમીફાઈનલ અથવા તો ફાઈનલમાં આમને સામને આવવાના સમીકરણ અને સંભાવનાઓ પર ચર્ચાઓ તેજ થઈ રહી છે. જોકે, તેના માટે સુપર-8માં ટીમો કયા સ્થાન પર આવે છે તેનું ગણિત સમજવું જરુરી છે. (Picture Credit score: BCCI)

