Final Up to date:
રવિવારના રોજ જૂનિયર એનટીઆર બેંગલુરુની એક હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં એક્ટરને જોવા માટે ફેન્સની ભારે ભીડ જામી હતી. આટલું જ નહીં લોકોએ હોસ્પિટલની એસ્કેલેટરને પણ નુકસાન પહોંચાડ્યું છે. ત્યારબાદ પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
જૂનિયર એનટીઆર તેલુગુ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર્સ છે. જ્યારે એક્ટરની કોઈ ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે ટિકિટ માટે દોડધામ મચી જાય છે. આ વાત પરથી તમે એક્ટરના સ્ટારડમ વિશે જાણી શકો છો. જો કે આ વચ્ચે જૂનિયર એનટીઆર બેંગલુરુમાં કેઆઇએમએસ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા, જ્યાં સુપરસ્ટારની એક ઝલક જોવા માટે ફેન્સની ભારે ભીડ જામી હતી. 8 માર્ચના રોજ મહાદેવપુરામાં આયોજિત આ કાર્યક્રમમાં જૂનિયર એનટીઆરના હજારો ફેન્સ ઉમટી પડ્યા હતા, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ભારે ભીડને કારણે હોસ્પિટલની એસ્કેલેટરને પણ નુકસાન થયું અને સાથે અફરાતફરી મચી ગઈ. આ સ્થિતિને કંટ્રોલમાં કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
ઉદ્ઘાટન સમારોહમાં પ્રશંસકોની ભારે ભીડ
જૂનિયર એનટીઆર જ્યારે હોસ્પિટલના ઉદ્ઘાટન માટે બેંગલુરુ પહોંચ્યા તો તેમની એક ઝલક જોવા માટે ફેન્સ પાગલ થઈ ગયા હતા. અભિનેતાએ કારની બહાર આવીને ફેન્સનું અભિવાદન કર્યું. અભિનેતાએ ફેન્સનો ઉત્સાહ વધાર્યો અને સાથે મોટી સંખ્યામાં ફેન્સ હોસ્પિટલની અંદર જવા માટે આગળ વધ્યા. પ્રશંસકો હોસ્પિટલની અંદર ગયા અને સાથે સેલ્ફી લેવા માટે ધક્કામુક્કી કરી. આટલું જ નહીં ફેન્સે બેરિકેડ તોડી દીધા અને લોબીમાં જતા રહ્યા.
આ ભાગદોડમાં જૂનિયર એનટીઆરનો એક ફેન એસ્કેલેટરની નીચે પડી ગયો. હોસ્પિટલની અંદર એસ્કેલેટરમાં ભારે ભીડ થવાને કારણે ડેમેજ થઈ હતી. રિસેપ્શન એરિયામાં મૂકેલા ફર્નિચરને પણ નુકસાન થયું હતું. જોતજોતામાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ હતી. આ ઘટનાને લઇને પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
વીડિયો X પર વાયરલ થયો અને મુદ્દો વધારે ગરમાયો. અનેક ફેન્સે આ વાતને ખોટી બતાવી હતી. આ સાથે એક યુઝરે વાયરલ વીડિયો પર રિએક્ટ કરતા લખ્યું કે, દુનિયાનું સૌથી ખરાબ ફેન્ડમ જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે, હોસ્પિટલમાં આ હંગામો થવો એ સાવ ખોટું છે. આમ, ફેન્સે આ પોસ્ટ પર જાતજાતની કોમેન્ટ્સ કરી છે. જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે.
Bangalore [Bangalore],Bangalore,Karnataka
Mar 09, 2026 11:07 AM IST

