ગ્લોબલ લીડર ગ્રામીણ ભારતની મુલાકાતે છે. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ખેડા જિલ્લાના નડિયાદના મહેમાન બન્યા. આનંદપુરા ગામની મુલાકાત દરમિયાન તેમણે ગ્રામીણ ભારતની મહિલા શક્તિના દર્શન કર્યા. હિલેરી ક્લિન્ટને ખાસ કરીને ગ્રીન એનર્જી અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું. આનંદપુરા ગામની પ્રાથમિક શાળા પાસે કાર્યરત સેવા સંસ્થાના કેન્દ્રની પણ મુલાકાત લીધી. હિલેરી ક્લિન્ટને ગ્રામ્ય મહિલાઓ સાથે ખૂબ જ આત્મીયતાથી સંવાદ કર્યો. મહિલાઓ કેવી રીતે સ્વાવલંબી બની રહી છે અને પર્યાવરણને બચાવવા ગ્રીન એનર્જીનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે, તેનું તેમણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને પગલે ખેડા પોલીસે ગામમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો. વૈશ્વિક સ્તરના નેતાની આ મુલાકાતથી આનંદપુરા ગામના લોકો અને ખાસ કરીને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.rn
Source link
