ગુજરાત બજેટ 2026: ગુજરાતની માથાદીઠ આવક 3.1 લાખ જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60percentથી વધારે: કનુભાઈ દેસાઈ

ગુજરાત બજેટ 2026: ગુજરાતની માથાદીઠ આવક 3.1 લાખ જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60percentથી વધારે: કનુભાઈ દેસાઈ

વર્લ્ડ WORLD
Spread the love


માનનીય વડાપ્રધાનના વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે. માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં GSTમાં કરેલી ઐતિહાસિક સુધારાથી સામાન્ય નાગરિકની જીવનજરૂરી વસ્તુઓની ખરીદી શક્તિમા વધારો થયો છે.

નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે, શ્રમ અધિનિયમમાં કરેલી સુધારાઓથી કામદારોની સામાજિક સુરક્ષા, રોજગારીની તક અને સન્માનમાં વધારો થયો છે. આપને જણાવતાં આનંદ થાય છે કે, આપણી પાસે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની છે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘વિકસિત ગુજરાત@2047’ના સંકલ્પને સાકાર કરવા અમારી સરકાર કટિબદ્ધ છે. ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035માં પૂર્ણ થઈ રહ્યાં છે. આ અમૃતકાળના અવસરે વિકાસયાત્રાને વેગ આપવા રોડમેપ સાથે આગળ વધી રહ્યાં છીએ.

“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ” સાથે વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા અત્યાર સુધીમાં છ અહેવાલો રજૂ થયા છે. જેમાં નાગરિક-કેન્દ્રિત સેવા, વહીવટી સુધારા અને માનવ સંસાધન જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. જેનું અમલીકરણ સુશાસન અને કાર્યક્ષમ વહીવટની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

‘વિકાસમાં કોઈ પાછળ ન રહે અને વિકાસથી કોઈ વંચિત ન રહે’ની ભાવના સાથે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે માનનીય વડાપ્રધાને જનજાતિ સમુદાયના વિકાસ માટે જનજાતિય કલ્યાણ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ₹2 લાખ કરોડના વિકાસ કાર્યોની જાહેરાત કરી છે.

અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલી અસરકારક કામગીરીના પરિણામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM JANMAN) હેઠળ ગુજરાતને 2025માં “બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય” તરીકેનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થયો છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 2003માં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટથી રાજ્યની આર્થિક પ્રગતિને નવી ઉડાન મળી છે. રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો (VGRC) શરૂ કર્યા છે, જેમનું મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવી છે.

પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરી છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરીંગ પોલિસી, AI અમલ માટેનો એકશન પ્લાન, ઇન્ટિગ્રેટેડ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે.

આ નીતિઓ દ્વારા યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે, સેમી કન્ડક્ટર્સ અને હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરીંગમાં વધુ વેગ મળશે. કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્સ વધુ અસરકારક બનશે અને રીન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.

રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના GDPમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3 લાખ 1 હજાર (₹3,01,000) છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60percentથી વધારે છે, અને તેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *