ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ થવાનું છે.નાણાં મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે કનુભાઈ દેસાઈ કાળા રંગની બજેટ પોથી સાથે જોવા મળ્યા હતા. જેમાં આગળના ભાગ પર ગુજરાત અંદાજપત્ર 2026-27 લખવામાં આવ્યું છે. સાથે જ અશોક સ્તંભ પણ જોવા મળી રહ્યો છે. તો પોથીની પાછળના ભાગમાં વારલી પેઈન્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં આદિવાસીઓના કંસરી દેવીનું ચિત્ર મૂકવામાં આવ્યું છે. જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે…ઉલ્લેખનીય છે કે ગત વર્ષોથી જ ગુજરાતની બજેટ પોથીમાં હસ્તકલાને વિશેષ સ્થાન મળ્યું છે. 2023માં મોઢેરાના સૂર્યમંદિરની થીમ, 2025માં કચ્છી ભરત અને વારલીનું મિશ્રણ. આ વખતે કાળા રંગની લેધર બેગ પર પ્યોર ગોલ્ડન વારલી આર્ટ! મહત્વનું છે કે આ વખતે રાજ્યનું બજેટ અંદાજે 4 લાખ કરોડ રૂપિયાનું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ આંકડો હકીકતમાં સાબિત થાય તો ગુજરાતના ઈતિહાસમાં આ એક મોટું અને વિસ્તૃત બજેટ ગણાશે.
Source link
