ગજબ કહેવાય! આ યુવકે રજાઓમાં બિલાડીઓને ખવડાવીને કરી 21 લાખની કમાણી, આઈડિયા સાંભળીને ચોંકી જશો

ગજબ કહેવાય! આ યુવકે રજાઓમાં બિલાડીઓને ખવડાવીને કરી 21 લાખની કમાણી, આઈડિયા સાંભળીને ચોંકી જશો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Viral Information: જ્યારે લોકો રજાઓ ગાળવા માટે બહાર જતા હોય છે, ત્યારે તેમના પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવી એક મોટો પડકાર બની જતો હોય છે. જોકે, ચીનના એક યુવકે આ પડકારને જ કમાણીનો જબરદસ્ત સ્ત્રોત બનાવી દીધો છે, અને તેની કમાણી સાંભળીને તમે વિચારમાં પડી જશે કે, આટલી બધી કમાણી કેવી રીતે શક્ય છે?

આને કહેવાય અનોખું કામ(Image: Canva)
આને કહેવાય અનોખું કામ(Picture: Canva)

બિલાડીઓ અને કૂતરા એવા પાલતુ પ્રાણીઓ છે, જેને દુનિયાભરના લોકો પાળવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે તો લોકો પોતાના પાલતુ પ્રાણીઓને પોતે જ ખવડાવે-પીવડાવે છે અને તેમની સંભાળ રાખે છે, પરંતુ ઘણા મોટા લોકો આ કામ માટે પણ માણસોને નોકરી પર રાખતા હોય છે. આજકાલ આવા જ એક વ્યક્તિની કહાની ખૂબ ચર્ચામાં છે. હકીકતમાં ચીની નવા વર્ષ દરમિયાન બિલાડીઓને ખાવાનું ખવડાવવાની સેવા આપીને એક વ્યક્તિએ પોતાના ‘હોલિડે વીક’ દરમિયાન 1,60,000 યુઆન (23,000 અમેરિકી ડોલર) એટલે કે અંદાજે 21 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, બિલાડીઓની સંભાળ રાખવા અને તેમને ખાવાનું ખવડાવવાના બિઝનેસમાંથી થતી આ મોટી કમાણીએ એ વાત સાબિત કરી છે કે, ચીનમાં આવી સેવાઓની ભારે માંગ છે. વર્ષ 1991માં જન્મેલા અને શાંઘાઈમાં રહેતા હુઆન કોંગ પાલતુ પ્રાણીઓની ‘કેર ઇન્ડસ્ટ્રી’માં એક પ્રોફેશનલ છે, જે છેલ્લા 9 વર્ષથી ઘરે-ઘરે જઈને બિલાડીઓને જમાડવાની સેવામાં નિષ્ણાત છે. હકીકતમાં આ વર્ષના વસંત ઉત્સવ (સ્પ્રિંગ ફેસ્ટિવલ) દરમિયાન હુઆન સાથે અન્ય ચાર લોકો શાંઘાઈમાં રોકાયા હતા અને, આ દરમિયાન તેમણે એવા પાલતુ પ્રાણીઓની સંભાળ રાખી હતી જેમના માલિકો રજાઓ મનાવવા બહાર ગયા હતા. તહેવાર પહેલા અને પછીના 20 દિવસથી વધુના સમયગાળામાં તેમની ટીમે ઘરે-ઘરે જઈને બિલાડીઓને જમાડવાના લગભગ 2,000 ઓર્ડર પૂરા કર્યા, જેમાંથી લગભગ 1,000 ઓર્ડર હુઆને પોતે સંભાળ્યા હતા. અહેવાલો મુજબ, જેટલા પણ ઓર્ડર મળ્યા તેમાંથી 80 ટકાથી વધુ ઓર્ડર પોતાના વતન પરત ફરી રહેલા ગ્રાહકો તરફથી આવ્યા હતા, જ્યારે લગભગ 10 ટકા ઓર્ડર ઓછા વ્યસ્ત સમયમાં મુસાફરી કરનારા લોકો તરફથી મળ્યા હતા. ઘણા ગ્રાહકો તો એવા પણ છે જે વર્ષોથી તેમની આ સેવાઓનો ઉપયોગ કરે છે.

20-21 કલાક કરે છે કામ

રજાઓના દિવસોમાં હુઆન દરરોજ વહેલી સવારે 3 વાગ્યે ઘરેથી નીકળી જાય છે અને રાત્રે 10 કે 11 વાગ્યા સુધી કામ કરે છે. આ દરમિયાન તે સરેરાશ માત્ર ત્રણથી ચાર કલાક જ ઊંઘી શકે છે. અહેવાલો મુજબ, પોતાના સૌથી વ્યસ્ત દિવસે તેણે 55 ઓર્ડર પૂરા કર્યા હતા. દરેક ઓર્ડરની મુલાકાત 10થી 15 મિનિટ સુધી ચાલે છે, જેમાં તેણે કચરાના ડબ્બાની સફાઈ કરવી પડે છે, બિલાડીઓને ખાવાનું અને પાણી આપવું પડે છે, તેમના સ્વાસ્થ્યની તપાસ કરવી પડે છે, બારીઓ અને વીજળીના ઉપકરણો ચેક કરવા પડે છે અને ઘરનો કચરો બહાર કાઢવો પડે છે. ચીની સોશિયલ મીડિયા પર આ અનોખી સેવાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક યુઝરે કહ્યું હતું કે, ‘મારી પત્નીએ પણ ઘરે આવીને બિલાડીની સંભાળ રાખતી સર્વિસ ભાડે લીધી હતી. સંભાળ રાખનાર વ્યક્તિએ આખો સમય વીડિયો ચાલુ રાખ્યો હતો અને બિલાડીને ખવડાવવાની તેમજ ગંદકી સાફ કરવાની જવાબદારી પણ તેની જ હતી. ચીની નવા વર્ષ દરમિયાન ઘરે આવીને મળતી આ સંભાળથી અમને ખરેખર ખૂબ રાહત મળી.’ બીજા એક યુઝરે લખ્યું છે કે, ‘રજાઓની સીઝનમાં આ રીતે પૈસા કમાવવા એ ખરેખર ખૂબ જ મહેનતનું કામ છે.’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *