ગોંડલ શહેરમાં ફરી એકવાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થોને લઈને તંત્ર સક્રિય બન્યું છે. શહેરના ગોમટા ચોકડી પાસે આવેલી કોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ ખાતે પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન આશરે 150 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે તંત્રને બાતમી મળી હતી કે આ એકમ પર શંકાસ્પદ ઘી તૈયાર કરવામાં આવે છે. જેના આધારે દરોડા પાડતા 150 લીટર શંકાસ્પદ લુઝ ઘી તથા 108 લીટર દેશી ગાયનું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, સમગ્ર મામલે તંત્રએ દોઢ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે આજકાલ કેટલાક લેભાગૂ વેપારીઓ વધુ નફો મેળવવાની ઘેલછામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય છે. વહીવટી તંત્ર પણ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી રહ્યું છે.
Source link
