ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ, શું ફરી મંદી તરફ ધકેલાશે ડાયમંડ ઉદ્યોગ?

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ, શું ફરી મંદી તરફ ધકેલાશે ડાયમંડ ઉદ્યોગ?

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

ચાર વર્ષ પહેલાં શરૂ થયેલા યુદ્ધોના ઝટકાથી માંડ સંભળી રહેલો હીરા ઉદ્યોગ હવે ફરી સંકટમાં મુકાયો છે. મધ્યપૂર્વમાં વધેલા તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન અને એક્સપોર્ટ પર અસર થવાની ભીતિ છે. તેની સીધી અસર ભારતના હીરા હબ સુરત અને નવસારીના વેપારીઓ અને કારીગરો પર પડશે, તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

+

હીરા

હીરા ઉદ્યોગમાં મંદીનો અંધાણ

નવસારી: ચાર વર્ષ પહેલાં શરૂ થયેલું રશિયા-યુક્રેન યુદ્ધ વૈશ્વિક હીરા ઉદ્યોગ માટે એક મોટું ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું હતું. વિશ્વના સૌથી મોટા રફ ડાયમંડ સપ્લાયરોમાંના એક દેશ રશિયા પર લાગેલા પ્રતિબંધો અને યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ. બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, લોજિસ્ટિક્સ અને શિપમેન્ટમાં અવરોધ ઊભા થતા ભારત સહિત અનેક દેશોમાં કાચા હીરાના આયાત પર સીધી અસર પડી. વિશ્વનું સૌથી મોટું ડાયમંડ કટિંગ અને પોલિશિંગ હબ ગણાતું સુરત અને તેની આસપાસના નવસારી, જયપુર, હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં લાખો કારીગરો અને વેપારીઓને તેનો ફટકો લાગ્યો. રફ ડાયમંડની અછત અને ઓર્ડરમાં ઘટાડાને કારણે રોજગારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે.

આ વચ્ચે અમેરિકાના ટેરિફ અને વૈશ્વિક મંદીના માહોલે ઉદ્યોગને વધુ દબાણમાં મૂક્યો. એક્સપોર્ટ ખર્ચ વધતા વેપારીઓના નફામાં ઘટાડો નોંધાયો. સોના-ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ગ્રાહકો હીરા જ્વેલરી કરતાં સોનામાં વધુ રોકાણ કરવા લાગ્યા, જેના કારણે બજારમાં માંગ ઘટી. ઉદ્યોગ માંડ માંડ પુનઃસ્થાપિત થવાની દિશામાં આગળ વધી રહ્યો હતો ત્યારે મધ્યપૂર્વમાં વધેલા તણાવે ફરી ચિંતાની લહેર ફેલાવી છે.

હાલની ઇઝરાયેલ અને ઈરાનની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે નવી પડકારરૂપ સાબિત થઈ શકે છે. ભારતનો અંદાજે 25 થી 30 ટકા હીરા વેપાર ઇઝરાયેલ સાથે સંકળાયેલો છે. પોલિશ્ડ ડાયમંડ અને હાઈ-વેલ્યૂ સ્ટોનના સેગમેન્ટમાં ઇઝરાયેલ મહત્વપૂર્ણ બજાર છે. યુદ્ધ લાંબું ચાલે તો ચુકવણી વ્યવસ્થા, ઓર્ડર અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોની હાજરી પર સીધી અસર થવાની ભીતિ છે. હાલમાં હોંગકોંગમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેરમાં વિશ્વભરના વેપારીઓ ભાગ લે છે. ભારતીય ઉદ્યોગપતિઓ પણ મોટા પ્રમાણમાં સ્ટોલ લગાવી વર્ષભરના ઓર્ડર બુક કરતા હોય છે. જો યુદ્ધ અને રાજકીય અસ્થિરતા વધે તો પ્રવાસ અને શિપમેન્ટ પર પ્રતિબંધો લાગી શકે છે, જે સીધો વેપારને અસર કરશે.

ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કમેલશ માલાની સાથે વાતચીત કરતા, બીજી તરફ દુબઈ હીરા ટ્રેડ માટે વિશ્વનું મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ હબ ગણાય છે. દુબઈ ‘ફ્રી પોર્ટ’ હોવાને કારણે ત્યાં ટેક્સ દર અન્ય દેશો કરતાં ઓછા છે, જેના કારણે વેપારીઓ તેને મુખ્ય હબ તરીકે પસંદ કરે છે. વિશ્વભરના હીરા વેપારીઓની ઓફિસો પણ દુબઈમાં સ્થિત છે. હાલમાં જો દુબઈમાં આયાત-નિકાસ પ્રભાવિત થાય અને એરપોર્ટ અથવા શિપમેન્ટ સેવાઓ બંધ રહે તો રફ ડાયમંડનો ઇન્ડિયા આવતો પુરવઠો અટકી જાય છે. તે જ રીતે ઇન્ડિયાથી પોલિશ્ડ માલનો એક્સપોર્ટ પણ અટકે છે. પાર્સલ અટવાતા કારખાનાઓમાં કારીગરો માટે કામની અછત ઊભી થાય છે, જે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: કિચન ગાર્ડનમાં સુગંધ અને સૌંદર્યનો સંગમ, ફૂલવેલીઓ માટે જરૂરી ટિપ્સ

ઉદ્યોગના આગેવાનો મુજબ, જો આવી જ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહે તો હીરા ઉદ્યોગ જે પાટા પર ફરી ચડતો જોવા મળી રહ્યો હતો તે ફરીથી ઉતરી શકે છે. મોટા બજારો પર પડતી અસરનો ફટકો નાના વેપારીઓ અને કારીગરો સુધી પહોંચે છે. તેમ છતાં ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનો આશાવાદ વ્યક્ત કરે છે કે વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર થશે અને નેચરલ ડાયમંડની આંતરરાષ્ટ્રીય માંગ ફરીથી ઉદ્યોગને મજબૂત બનાવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *