આ તારીખે રિલીઝ થશે ‘ભૂત બંગલા’ નું ટીઝર, અક્ષય કુમારે ઝાડ પર ઊંધા લટકીને લેટેસ્ટ અપડેટ કરી શેર

આ તારીખે રિલીઝ થશે ‘ભૂત બંગલા’ નું ટીઝર, અક્ષય કુમારે ઝાડ પર ઊંધા લટકીને લેટેસ્ટ અપડેટ કરી શેર

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

Bhooth Bangla Teaser Launch Date: અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘ભૂત બંગલા’ 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. જો કે આ મૂવીનું પ્રમોશન અક્ષય કુમાર જોરદાર રીતે કરી રહ્યો છે.

આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના એક્શન સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’નું જ્યારથી એનાઉન્સ થયું છે ત્યારથી સતત ચર્ચામાં છે. આ ફિલ્મ 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ વચ્ચે અક્ષય કુમારે ‘ભૂત બંગલા’નું નવું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. આ પોસ્ટરની સાથે ટીઝરની રિલીઝ ડેટ એનાઉન્સ કરી છે. તો જાણો પ્રિયદર્શનના ડાયરેક્શનમાં બનેલી અક્ષય કુમારની આ ફિલ્મનું ટીઝર ક્યારે રિલીઝ થશે.

આ તારીખે રિલીઝ થશે ભૂત બંગલાનું ટીઝર

અક્ષય કુમારે તેની અપકમિંગ ફિલ્મ ‘ભૂત બંગલા’નું મોશન પોસ્ટર શેર કર્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે ઝાડ પર ઊંધો લટક્યો છે. ફિલ્મ ‘ભૂત બંગલા’ના મોશન પોસ્ટરની સાથે અક્ષય કુમારે મસ્ત કેપ્શન લખ્યું છે કે, ‘બસ કાલે ભૂત બંગલાનું ટીઝર રિલીઝ કરી રહ્યો છું.’ એક્ટરની આ પોસ્ટ જોઈને ફેન્સ ખુશ થઈ  ગયા છે. આ સાથે ફેન્સ જાતજાતની કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.

આ પોસ્ટર જોઈને એક ફેને કોમેન્ટ કરી છે કે અક્ષય કુમાર અને પ્રિયદર્શનનો મેજિકલ કોમ્બો માટે એક્સાઇટેડ છું. આ સાથે બીજા એક ફેને કોમેન્ટ કરી છે કે અપકમિંગ બ્લોકબસ્ટર. અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટીઝર 12 માર્ચના રોજ રિલીઝ થશે.

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મો

અક્ષય કુમાર અને પ્રિયદર્શને ફિલ્મ ‘ભૂત બંગલા’ પહેલાં અનેક મૂવીમાં સાથે કામ કર્યું છે. બંનેની જોડી બોક્સ ઓફિસ પર હિટ રહી છે. અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો લાસ્ટમાં વર્ષ 2025 માં ‘જોલી એલએલબી 3’માં જોવા મળ્યો હતો. એક્ટર ‘ભૂત બંગલા’ સિવાય ‘વેલકમ ટૂ ધ જંગલ’ અને ‘હૈવાન’ જેવી ફિલ્મો પર કામ કરી રહ્યો છે. આમ, ‘ભૂત બંગલા’ રિલીઝ થાય એ પહેલાં જ જોરદાર માહોલ ક્રિએટ થયો છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે, આ મૂવી સુપર હિટ સાબિત થઈ શકે છે કે નહીં.

‘ભૂત બંગલા’ના સ્ટારકાસ્ટ

‘ભૂત બંગલા’ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન, જયપુર અને હૈદરાબાદ જેવી ઘણી શાનદાર જગ્યાઓ પર કરવામાં આવ્યું છે, જે વાર્તાને વધુ ભવ્ય અને દૃશ્યમાન રીતે શાનદાર બનાવશે. પ્રિયદર્શનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને શોભા કપૂર, એકતા કપૂર અને અક્ષય કુમારે તેમના બેનર ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’ હેઠળ નિર્માણ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *