આલેલેલે..સોનાક્ષી સિન્હા પતિ ઝહીર ઇકબાલને મારવા દોડી, તમે જોયો આ વાયરલ વીડિયો?

આલેલેલે..સોનાક્ષી સિન્હા પતિ ઝહીર ઇકબાલને મારવા દોડી, તમે જોયો આ વાયરલ વીડિયો?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઝહીર ઇકબાલ પત્ની સોનાક્ષી સાથે હોળી પ્રેન્ક કરતો નજરે પડી રહ્યો છે. જો કે આ વીડિયો જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો.

કપલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
કપલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

હોળીનાં તહેવારને લઇને બજારથી લઇને અનેક જગ્યાએ મસ્ત માહોલ જામ્યો છે. આ પર્વને લોકો ધામધૂમથી મનાવતા હોય છે. આટલું જ નહીં હોળીનો તહેવાર સેલિબ્રિટી પણ જોરદાર રીતે મનાવે છે. આ વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને તેનાં પતિ ઝહીર ઇકબાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. એક્ટર ઝહીર ઇકબાલ તેની પત્ની સોનાક્ષી સિન્હાની સાથે હોળી પ્રેન્ક કરે છે અને પછી આખો માહોલ ફની થઇ જાય છે.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલનો ફની વીડિયો વાયરલ

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે બન્ને તેમનાં એક શૂટની તૈયારી કરી રહ્યાં છે. ત્યારબાદ ઝહીર ઇકબાલ સ્કૂટી પર બેસે છે અને સોનાક્ષી સિન્હાને હેલમેટ આપીને બેસવાનું કહે છે. એક્ટ્રેસ જેમ હેલમેટ પહેરે છે તેમ તેની ઉપર કલર પડે છે. જો કે ઝહીર ઇકબાલે પહેલાંથી જ હેલમેટમાં રંગ ભરી દીધો હતો. ત્યારબાદ સોનાક્ષી સિન્હા હેરાન થઇ જાય છે અને ઝહીરને મારવા દોડે છે. આ રીતે એક્ટર તેની પત્નીની સાથે હોલી પ્રેન્ક કરે છે. આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, Rizta straightforward hai humara rishta chaotic hai’

વીડિયો જોઇને ફેન્સ કરી રહ્યાં છે કોમેન્ટ્સ

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલનો આ ફની વીડિયો જોઇને ફેન્સ પણ મજા લઇ રહ્યાં છે. આ વીડિયો પર ફેન્સ જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે કે, વેરી ક્યૂટ કપલ. આ સાથે બીજા એક યુઝરે લખ્યું છે કે, તમે બન્ને બહુ સ્વીટ છો. આમ, કપલનો આ વીડિયો જોઇને યુઝર્સે પણ ફની અને પોઝિટિવ કોમેન્ટ્સ કરી છે. આમ, તમે પણ તમારા ફેન્સની સાથે હોળીમાં આ ટાઇપ્સનાં પ્રેન્ક કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) એ 23 જૂન 2024 નાં રોજ એક્ટર ઝહીર ઇકબાલ (Zaheer Iqbal) સાથે લગ્ન કર્યા હતા. તેમણે પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા અને પછી મુંબઇમાં રિસેપ્શન રાખ્યું હતું. કપલની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *