આગામી 8મી માર્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવાની છે. ત્યારે ભારતીય ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. મહત્વનું છે કે ગઈકાલે ફાઇનલ મેચની પહેલી ફાઇનલિસ્ટ ટીમ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ અમદાવાદ પહોંચ્યા બાદ આજે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાલ સિંધુ ભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઇન હોટેલમાં રોકાવાના છે. જેને પગલે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ પોતાના ક્રિકેટરની ઝલક મેળવવા માટે સિંધુ ભવન રોડ ખાતે ઉમટી પડ્યા હતા.
Source link
