અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ટાઢક આપતો નિર્ણય, ટ્રાફિક સિગ્નલ પાસે થશે વૃક્ષારોપણ

અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ટાઢક આપતો નિર્ણય, ટ્રાફિક સિગ્નલ પાસે થશે વૃક્ષારોપણ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

અમદાવાદ મ્યુનિ. કમિશનરે તાજેતરમાં તમામ ઝોનમાં રિપેરિંગ કરવા પાત્ર હોય તેવા જંકશન ખાતેથી પેવરબ્લોક કાઢી નાખીને તમામ જગ્યાએ તાત્કાલિક વૃક્ષારોપણ કરવાની સૂચના આપી છે.

વૃક્ષારોપણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. (તસવીર- AI)
વૃક્ષારોપણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. (તસવીર- AI)

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીને કારણે બપોરે તો લોકો બહાર નીકળી નથી શકતા પરંતુ જો ક્યાંય બહાર નીકળવાનું થાય અને એમાં પણ ટ્રાફિક સિગ્નલ આવી જાય તો માણસો સેકાઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં અમદાવાદમાં કમિશનરે લોકો માટે નિર્ણય લીધો છે. રાહદારીઓ અને વાહનચાલકોને ગરમી સામે રક્ષણ આપવા તમામ જંકશન પર વૃક્ષારોપણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. કમિશનરે ઉનાળો શરૂ થાય તે પહેલાં જ બગીચા ખાતાને ફૂટપાથ ઉપર, સેન્ટ્રલ વર્જમાં તેમજ જંકશન ખાતે વૃક્ષારોપણ કરવાની સૂચના આપી હતી.

મ્યુનિ. કમિશનરે તાજેતરમાં તમામ ઝોનમાં રિપેરિંગ કરવા પાત્ર હોય તેવા જંકશન ખાતેથી પેવરબ્લોક કાઢી નાખીને તમામ જગ્યાએ તાત્કાલિક વૃક્ષારોપણ કરવાની સૂચના આપી છે. આ સિવાય મેટ્રો રેલનાં બ્રિજ જે રોડ ઉપરથી પસાર થાય છે તે રોડનાં જંકશન ખાતેનાં પિલર ઉપર વર્ટિકલ ગાર્ડન બનાવવાની સૂચના આપવામાં આવી છે. મેટ્રોનાં બ્રિજનાં પિલર ઉપર વર્ટિકલ ગાર્ડન બનાવવાનો પાઇલોટ પ્રોજેક્ટ હેલ્મેટ જંકશન ખાતે હાથ ધરાયો છે, પરંતુ તેમાં નિયમિતપણે ગ્રીનરી જાળવી રાખવા મોટો ખર્ચ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતી સિંગર કિંજલ રબારીએ ઘરે પરત ફર્યા બાદ મૌન તોડ્યું, પરિવારનો ઉલ્લેખ કરીને પોતે લીધેલા નિર્ણય પર શું કહ્યું?

હીટવેવથી નાગરિકોને બચાવવા માટે કમિશનરે હેલ્થ ખાતાને ક્રેડાઈ સાથે મળી તમામ કન્સ્ટ્રક્શન સાઇટ, કડિયાનાકા, જંકશન, બસ સ્ટેશનો વગેરે જગ્યાએ પીવાના પાણી તેમજ ઓઆરએસનાં પેકેટ પહોંચાડવાની સૂચના આપી છે. તેમજ કડિયાનાકા ખાતે ઊભા રહેતાં મજૂરો તેમજ સફાઇ કામદારોને ક્રેડાઈ પાસેથી મ્યુનિ.નાં લોગોવાળી કેપ તૈયાર કરી વિતરણ કરવાની સૂચના આપવામાં આવી છે. હીટવેવની સમગ્ર શહેરમાં અસર થતી નથી તે બાબતને ધ્યાને લઈ કમિશનરે દરેક ઝોનમાં હીટવેવનાં હોટસ્પોટ લોકેશનની યાદી તૈયાર કરી મોકલવા તેમજ હીટવેવનાં એટલે કે લૂ લાગવા સહિતનાં કેસ ક્યાં વધુ નોંધાયા તે જગ્યાઓએ ગરમીનું પ્રમાણ ઘટે તેવા પગલાં લેવા સૂચના આપી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3.0C ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારબાદ ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. લઘુત્તમ તાપમાન માટે આગામી સાત દિવસ દરમિયાન પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

આ પણ વાંચો: અનોખી સેવા! મોણપરના મોક્ષધામમાં ગુંજે છે માનવતાનો નાદ, પરિસરમાં ચાલે છે નિ:શુલ્ક આરોગ્યધામ

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 18 માર્ચના બુધવારના રોજ કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 19 માર્ચે કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચે ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી છે. એટલે લગભગ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં માવઠાની ઘાત છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *