રાજ કુંદ્રાને મોટી રાહત, બિટકોઇન કૌભાંડ મામલે મળ્યાં જામીન; કરોડોમાં હેરાફેરીનો આરોપ

રાજ કુંદ્રાને મોટી રાહત, બિટકોઇન કૌભાંડ મામલે મળ્યાં જામીન; કરોડોમાં હેરાફેરીનો આરોપ

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને મોટી રાહત મળી છે. બિટકોઇન કૌભાંડ મામલે પતિ રાજ કુંદ્રાને જામીન આપવામાં આવ્યા છે.

Image Source: INSTAGRAM@ONLYRAJKUNDRA
Picture Supply: INSTAGRAM@ONLYRAJKUNDRA

બિટકોઇન કૌભાંડ મામલે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને મોટી રાહત મળી છે. મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટે શુક્રવારના રોજ એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ આ કેસમાં જામીન આપ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરી હતી, અને કોર્ટે રાજ કુન્દ્રા અને દુબઈના ઉદ્યોગપતિ રાજેશ સતીજાને સમન્સ જારી કર્યા હતા. બંનેને 19 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે રાજ કુન્દ્રા સમયે હાજર રહ્યા ન હતા, જે કારણોસર તેમના વકીલ પ્રશાંત પાટિલ સાથે કોર્ટમાં હાજર થયા હતા.

કોર્ટે કરી કાર્યવાહી

બપોરના 3 વાગ્યે સુનાવણી દરમિયાન રાજ કુંદ્રા તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ કુંદ્રાના વકીલે કોર્ટમાં દલીલો કરી, જે સાંભળ્યા પછી અદાલતે જામીન આપ્યા છે. ઇડીનો આરોપ છે કે આ કૌભાંડ દ્વારા ભારે રકમની હેરાફેરી કરવામાં આવી હતી જેમાં રાજ કુંદ્રાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે હાલમાં જામીન મળવા પર રાજ કુંદ્રાને મોટી રાહત મળી છે.

બિટકોઇન સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ કેસમાં રાજ કુંદ્રાએ તેમનાં વકીલ પ્રશાંત પાટિલની સાથે કોર્ટમાં પેશ થયા અને જામીન અરજી દાખલ કરી. જજ આરબી રોટે જામીન મંજૂર કર્યા છે. તેમના વકીલે દલીલ કરી હતી કે રાજ કુન્દ્રા 2021 થી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં સહયોગ કરી રહ્યા છે અને કેસને લગતા તમામ સંબંધિત દસ્તાવેજો પહેલેથી જ એજન્સીના કબજામાં છે, તેથી અટકાયતમાં લેવાની કોઈ જરૂર નથી. જો કે કોર્ટે ચાર્જશીટ પર ધ્યાન આપતાં નોંધ્યું હતું કે શરૂઆતનાં સબૂતો અને સાક્ષીઓના નિવેદનો સૂચવે છે કે રાજ કુંદ્રા અને દુબઈનાં ઉદ્યોગપતિ રાજેશ સતીજા આ કૌભાંડમાં સામેલ હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *