Final Up to date:
અમેરિકાના ભૂતપૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મુંબઈ સ્થિત ઘરે પહોંચ્યા હતા. જ્યાં પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી અને પુત્રી ઈશા અંબાણીએ અમેરિકાના ભૂતપૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટનને મુંબઈમાં તેમના ઘરે આમંત્રણ આપ્યું હતું જેથી હિલેરી ક્લિન્ટન તેમના ઘરે ગયા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે nmacc.indiaના પેજ પર તેઓ મુલાકાતે આવ્યા હતા તેની તસવીરો પણ શેર કરવામાં આવી છે.
તસવીરો અપલોડ કર્યા બાદ કેપ્શનમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ મુંબઈ સ્થિત તેમના ઘરે હિલેરી ક્લિન્ટનનું સ્વાગત કર્યું. સાથે જ એ વાત પણ જણાવામાં આવી કે આ સાંજ મિત્રતા, વાતચીત, કલા અને સંસ્કૃતિ પ્રત્યેના સહિયારા પ્રેમના ઉત્સવની સાંજ હતી.
આપને જણાવી દઈએ કે હિલેરી ક્લિન્ટન હાલ મુંબઈમાં આવ્યા છે અને મુંબઈ ક્લાયમેટ વીકના પ્રથમ સત્ર દરમિયાન ભારત ક્લાયમેટ ચેન્જ સામે જે રીતે લડી રહ્યું તેમાં નવીનતાને લઈને વખાણ કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે પર્યાવરણ માટે નવી અને સહયોગી રીતો અપનાવવી જરૂરી છે.
હિલેરી ક્લિન્ટને જાહેર અને ખાનગી ક્ષેત્રોને સારી રીતે જોડવાની વાત કરી. સાથે જ તેમણે કહ્યું કે આપણે જાહેર, ખાનગી અને પરોપકારી ક્ષેત્રોને એકસાથે કેવી રીતે લાવી રહ્યા છે તે મુદ્દે સર્જનાત્મક બનવું પડશે. વધુમાં તેમણે કહ્યું કે હું અહીંયા આવીને અને ક્લિન્ટન ગ્લોબલ ઈનિશિયેટિવનું પ્રતિનિધિત્વ કરવા પર વધારે ઉત્સાહિત ન હોઈ શકું, કારણકે અમે એવા ભાગીદારો શોધી રહ્યા છે જે સખત કામ કરવા અને ફરક લાવવા માગે છે અને જ્યારે પરિણામ આવે તે જોવું પડે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્લાઈમેટ વીકને હિલેરી ક્લિન્ટને એક મહત્વની શરૂઆત જણાવી હતી. તેમણે એ વાતનો વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ કાર્યક્રમથી મોટા ફેરફારની શરૂઆત થશે. મુંબઈમાં આ પ્રથમ ક્લાઈમેટ સેશન લોકોને એકત્રિત કરીને જરૂરિયાત મુજબના ફેરફારની શરૂઆત છે તે વાતનો પણ હિલેરી ક્લિન્ટને ઉલ્લેખ કર્યો હતો.
Mumbai,Maharashtra

