ભારતનો વધુ એક ક્રિકેટર પત્નીથી અલગ થયો, કહ્યું – નાની ઉંમરમાં લગ્ન કરવાની કિંમત ચૂકવી

ભારતનો વધુ એક ક્રિકેટર પત્નીથી અલગ થયો, કહ્યું – નાની ઉંમરમાં લગ્ન કરવાની કિંમત ચૂકવી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Rahul Chahar Ishani Johar divorce : ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર રાહુલ ચાહરે શુક્રવારે 20 ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પત્ની ઇશાની જોહર સાથે અલગ થવાની પુષ્ટિ કરી હતી. રાહુલે 9 માર્ચ 2022 ના રોજ ગોવામાં ઇશાની સાથે લગ્ન કર્યા, પરંતુ લગભગ સાડા ત્રણ વર્ષ પછી બંનેએ છૂટાછેડા લઇ લીધા છે. આ રિલેશનશિપ બ્રેકઅપ થયા બાદ રાહુલે સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ બધાની સાથે શેર કરી હતી.

રાહુલ ચાહરે પત્ની ઈશાની જોહર સાથે છૂટાછેડા લીધા

રાહુલચાહરે પોતાની પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે નાની ઉંમરે આ સંબંધમાં આવ્યો હતો અને તે સમયે તે સમજી શકતો ન હતો કે તે શું ઇચ્છે છે. તેણે વધુમાં લખ્યું હતું કે મેં નાની ઉંમરે લગ્ન કરી લીધા હતા, પરંતુ મને સમજાતું ન હતું કે હું ખરેખર શું ઇચ્છું છું. હું આ સંબંધમાં એવા પાઠ શીખ્યો જેની મેં ક્યારેય અપેક્ષા કરી ન હતી અને મેં છેલ્લા 15 મહિના કોર્ટ-કચેરીમાં વિતાવ્યા હતા. આ સમય દરમિયાન મેં ધૈર્ય, હિંમત અને એવી તાકાત શીખી જે લોકોને ખરેખર મળે છે.

રાહુલે વધુમાં લખ્યું હતું કે હવે મારા જીવનના એ પ્રકરણનો આજે ઔપચારિક અંત આવી રહ્યો છે. યોગ્ય કાનૂની પ્રક્રિયા પછી આ મામલો ઉકેલવામાં આવ્યો છે, જેનો ઘણો ખર્ચ થયો છે અને હવે મારા જીવનનો આ તબક્કો સમાપ્ત થઈ ગયો છે. હું આ પ્રકરણને ગુસ્સા અથવા અફસોસ સાથે નહીં પરંતુ સ્પષ્ટતા સાથે સમાપ્ત કરું છું. 

તેમણે કહ્યું કે કેટલાક સંબંધો કાયમ માટે ટકતા નથી, તે આપણને જગાડવા, શીખવવા અને બદલવા માટે હોય છે. હું વધુ સમજદાર, વધારે સેલ્ફ અવેયર બની ગયો છું અને હું તે જીવન તરફ આગળ વધી રહ્યો છું જેનો હું હકદાર છું.

આ પણ વાંચો – અદિતિ હુંડિયા કોણ છે? ભારતીય ક્રિકેટર ઇશાન કિશન સાથે જોડાઇ રહ્યું છે નામ

રાહુલ ચાહર સીએસકે તરફથી રમતો જોવા મળશે

ચાહરે લખ્યું હતું કે હવે તેનો હેતુ આગળ પોતાનું જીવન વધુ સારી રીતે જીવવાનો છે. રાજસ્થાનમાં જન્મેલો રાહુલ ચાહર આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો જોવા મળશે. આઈપીએલ 2026 માટે મિની હરાજીમાં રાહુલને ચેન્નાઈ સુપર કિંગ્સે 5.20 કરોડમાં ખરીદ્યો હતો. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે તેને રિલિઝ કર્યો હતો. રાહુલ ચાહર ભારત માટે અત્યાર સુધી એક વનડે અને 6 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી ચૂક્યો છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *