બોડેલીની મેઈન બજારમાં આવેલ દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કન્યા શાળા પાસે આવેલી કપડાંની દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. જો કે ફાયર વિભાગની ટીમ આવે તે પહેલા સ્થાનિકોએ આગ પર કાબુ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આખરે જાંબુઘોડા, બાધરપુર અને છોટાઉદેપુરની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જો કે આગ વિકરાળ હોવાને કારણે દુકાનમાં રહેલો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મહત્વનું છે કે નવીન બનેલ બોડેલી નગર પાલિકામાં પાસે હજુ ફાયરની કોઈ સુવિધા નહીં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આગ લાગવાની ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના રહીશો ઘટના સ્થળે એકઠા થયાં હતા.
Source link
