ઘોઘંબા તાલુકાના વાવ બાકરોલ પાસે માર્ગ અકસ્માતની ઘટના બની છે. વડોદરા-જામ્બા રૂટની ST બસ અચાનક પલટી ગઈ હતી. જેને પગલે મુસાફરોની ચીસાચીસથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. જો કે આ બનાવને પગલે સ્થાનિકો તથા અન્ય રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં 10 જેટલા મુસાફર ઈજાગ્રસ્ત થતાં તમામને કદવાલની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઢાળ ઉતરતા સમયે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ભયાનક અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Source link
