દ્વારકામાંથી ફરી 16 કરોડથી વધુનો ચરસનો જથ્થો મળ્યો, પેકેટો પર લખ્યું છે ‘અફઘાન પ્રોડક્ટ્સ’

દ્વારકામાંથી ફરી 16 કરોડથી વધુનો ચરસનો જથ્થો મળ્યો, પેકેટો પર લખ્યું છે ‘અફઘાન પ્રોડક્ટ્સ’

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

ઘણા વર્ષોથી ગુજરાતનો દરિયા કિનારા પરથી મોટા પ્રમાણે ચરસ સહિતના ડ્રગ્સનો જથ્થો મળી આવતો રહ્યો છે. ત્યારે ફરી એક વખત દ્વારકામાંથી 16 કરોડથી વધુની કિંમતનું ચરસ મળી આવ્યું છે.

દ્વારકામાંથી ચરસનો જથ્થો મળ્યોદ્વારકામાંથી ચરસનો જથ્થો મળ્યો
દ્વારકામાંથી ચરસનો જથ્થો મળ્યો

દ્વારકા: વર્ષોથી ગુજરાતના દરિયાકાંઠેથી સતત કરોડોના માદક પદાર્થો મળી આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત દ્વારકામાંથી કરોડોની કિંમતનું બિનવારસુ ચરસ મળી આવ્યું છે. જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોજીનેસ ગામના દરિયાકાંઠે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 13.239 કિલોગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો 10 પેકેટમાં કાપડની બેગમાં પેક કરેલો હતો, જેની કિંમત આશરે 6.62 કરોડ રૂપિયા જેટલી છે.

કલ્યાણપુર પોલીસે આ માદક પદાર્થ ગુગળિયા બારૂના દરિયાકાંઠે જપ્ત કર્યો અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી, આ જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ચરસ દરિયામાં કે કાંઠે પકડાઈ જવાના ડરથી ફેંકી દેવાયો હોવાની શક્યતા છે.

આ ઘટના ભાટિયા આઉટપોસ્ટ હેઠળના દરિયાકાંઠાના વિસ્તારમાં સાંજના સમયે બની, જ્યાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી રહી હતી. પેકેટો પર “અફઘાન પ્રોડક્ટ” લખાણ સૂચવે છે કે, આ ચરસ અફઘાનિસ્તાનથી ભારત થઈ અન્ય સ્થળે મોકલવામાં આવતું હતું. આ પ્રથમ વખત છે કે, ગોજીનેસના દરિયાકાંઠે ચરસનો જથ્થો મળ્યો, જ્યારે અગાઉ દ્વારકા, ઓખા અને બેટ દ્વારકાના દરિયાકાંઠે આવા જથ્થા મળી આવ્યા હતા.

એક વર્ષ અગાઉ પણ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી બિનવારસુ ચરસના પેકેટો મળ્યા હતા. આ ઘટના બાદ પોલીસે દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય. આ કાર્યવાહી કલ્યાણપુર પોલીસ દ્વારા કરવામાં આવી, જેમાં તેઓએ માદક પદાર્થની હેરાફેરીના નેટવર્કને ઉજાગર કરવા તપાસ તેજ કરી છે. આ ઘટના દર્શાવે છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં માદક પદાર્થોની દાણચોરી એક ગંભીર સમસ્યા છે, અને પોલીસની સતર્કતાને કારણે આવા જથ્થાને જપ્ત કરવામાં સફળતા મળી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *