Final Up to date:
26મી ફેબ્રુઆરીના રોજ દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી, પરંતુ શિવરાત્રી પહેલા દ્વારકામાંથી આખેઆખું શિવલિંગ ગાયબ થઈ ગયું હતું. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ મામલે આખરે ચોંકાવનારો ખુલાસો થયો છે.
દ્વારકા: હર્ષદના દરિયાકિનારેથી શિવલિંગ ચોરનારા ચાર લોકો ઝડપાયા છે. આ સાથે સમગ્ર મામલે મોટો ખુલાસો થયો છે. આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા. એટલું જ નહીં, આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી બાબત તે સામે આવી છે કે થોડા દિવસો પહેલા આરોપીની ભત્રીજીને સપનું આવ્યું હતું, જેને લઇને આરોપીઓ શિવલિંગ ઉઠાવી ગયા હતા. નોંધનીય છે કે, શિવરાત્રી પહેલા શિવલિંગ ગાયબ થયાની ઘટનાને પગલે ભક્તોમાં રોષ છવાયો હતો. પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે આ સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ સમગ્ર મામલે આવી માહિતી સામે આવી રહી છે કે, થોડા દિવસો પહેલા આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને સપનું આવ્યું હતું કે, દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસે દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેર લાવીને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે. જેથી આરોપીઓ વનરાજ, મનોજ, મહેન્દ્ર, જગત અને અન્ય 3 મહિલાઓ મળીને આ તમામ લોકોએ બે વાહનોમાં આવીને હર્ષદ ખાતે રોકાય હતા. બાદમાં રેકી કરીને આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા. જ્યાં પોતાના ઘરે ચોરેલા શિવલિંગની સ્થાપના કરી હતી.
આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા
આરોપીઓએ પોતાના ઘરે શિવલિંગની સ્થાપના કરી હતી.
26મી ફેબ્રુઆરીના રોજ દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી, પરંતુ શિવરાત્રી પહેલા દ્વારકામાંથી આખેઆખું શિવલિંગ ગાયબ થઈ ગયું હતું. દ્વારકામાં દરિયાકિનારે આવેલા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા ભક્તોમાં રોષ છવાયો હતો. મંદિરમાંથી આખેઆખું શિવલિંગ ગાયબ થઈ જતા પોલીસ અને સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા. જ્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
દ્વારકાના હર્ષદ દરિયા કિનારે આવેલું ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિર વર્ષો જૂનું મંદિર છે. આ પૌરાણિક મંદિરમાં 25મી તારીખના રોજ સવારે જ્યારે પૂજારી પૂજા કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આ અંગેની તેમને જાણ થઈ હતી. જે બાદ તેમણે આસપાસના લોકોને આ અંગેની માહિતી આપી હતી.
પોલીસે ચાર લોકોની ધરપકડ કરી.
મંદિરમાથી શિવલિંગ ગાયબ થતા પોલીસ દ્વારા તમામ વિસ્તારને કોર્ડન કરાયો હતો. આ તરફ શિવાલયમાંથી શિવલિંગ ગાયબ થતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. SP, Dy.SP, SOG, LIBની ટીમ તપાસમાં લાગી હતી. શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળતા પુરાવાના આધારે દરિયા વિસ્તારમાં સર્ચ શરૂ કરાયું હતું. જેમાં સ્કુબા ડ્રાઈવર સાથે પોલીસે દરિયામાં શિવલિંગ શોધવા કવાયત હાથ ધરી હતી. જોકે, હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
Dwarka,Jamnagar,Gujarat
February 27, 2025 5:38 PM IST