ટ્રમ્પનો ટેરિફ રદ થવાથી ભારતને ફાયદો થશે કે નુકસાન, અહીં જાણો વિગતવાર

ટ્રમ્પનો ટેરિફ રદ થવાથી ભારતને ફાયદો થશે કે નુકસાન, અહીં જાણો વિગતવાર

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

આ નિર્ણયથી લગભગ 175 અબજ ડોલર (14.5 લાખ કરોડ)ના ટેરિફ રિફંડની સંભાવના બની ગઈ છે. જે ભારત જેવા મોટા નિર્યાતક દેશો માટે એક મોટી રાહત તરીકે જોવાઈ રહ્યું છે.

News18
News18

નવી દિલ્હી: અમેરિકી સુપ્રીમ કોર્ટ તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને અમાન્ય ઘોષિત કરવાનો નિર્ણય ગ્લોબલ ટ્રેડના સમીકરણો બદલનારો છે. જેની સીધી અને વ્યાપક અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડશે. ગુરુવારે આવેલા આ 6-3 ઐતિહાસિક નિર્ણયમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ અંતર્ગત કોંગ્રેસની પરવાનગી વિના ટેરિફ લગાવી પોતાના સંવૈધાનિક અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.

આ નિર્ણયથી લગભગ 175 અબજ ડોલર (14.5 લાખ કરોડ)ના ટેરિફ રિફંડની સંભાવના બની ગઈ છે. જે ભારત જેવા મોટા નિર્યાતક દેશો માટે એક મોટી રાહત તરીકે જોવાઈ રહ્યું છે. ભારત માટે આ સમાચાર એટલા માટે પણ મહત્ત્વના છે કેમ કે અમેરિકા તેનું સૌથી મોટું નિકાસ બજાર છે. નાણાકીય વર્ષ 2025-26ના શરુઆતી દશ મહિનામાં ભારતે અમેરિકાને 72.46 અબજ ડોલરની નિકાસ કરી છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા લગાવવામાં આવેલા ટેરિફે ભારતના કુલ અમેરિકી નિકાસના લગભગ 55 ટકા ભાગને ડાયરેક્ટ પ્રભાવિત કર્યો હતો, જેનાથી ભારતીય વસ્તુઓ અમેરિકી બજારમાં મોંઘી થઈ ગઈ હતી અને તેની પ્રતિસ્પર્ધાત્મક ક્ષમતા ઓછી થઈ ગઈ હતી. આ કારણે ઈલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઈલ, ઓટો પાર્ટ્સ અને કેમિકલ જેવા મુખ્ય સેક્ટરોના કેટલાય મોટા ઓર્ડર વિયતનામ અને બાંગ્લાદેશ જેવા પ્રતિસ્પર્ધી દેશો પાસે જતા રહ્યા હતા.

મુખ્ય દેશો પર પ્રભાવ અને સુધાર અસર

  • સેક્ટર-વિશેષ રાહત: અમેરિકાએ સ્ટીલ, એલ્યૂમિનિયમ અને કોપર પર 50 ટકા અને ઓટો કંપોનેંટ્સ પર 25 ટકા ટેરિફ લગાવ્યો હતો. હવે આ ટેરિફ હટવાથી ટાટા સ્ટીલ, JSW સ્ટીલ અને ભારત ફોર્જ જેવી દિગ્ગજ કંપનીઓની નિકાસમાં ભારે ઉછાળો આવવાની આશા છે.
  • રોજગાર અને અર્થવ્યવસ્થા: એક્સપર્ટ્સનું અનુમાન હતું કે આ ટેરિફના કારણે ભારતમાં લગભગ 20 લાખ નોકરીઓ ખતરામાં હતી. હવે નિકાસ વધવાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ફરીથી નવી જાન આવશે અને રોજગારના અવસર ઊભા થવાની સંભાવના છે.
  • ટ્રેડ બેલેન્સ: ભારતનો અમેરિકા સાથે ટ્રેડ સરપ્લસ રહ્યો છે અને ટેરિફ હટવાથી નિકાસની માત્રા વધવા પર ભારતનો ટ્રેડ બેલેન્સ અને વધારે મજબૂત થઈ શકે છે.

ભવિષ્યમાં પડકાર અને જોખમ

જો કે આ નિર્ણય ભારત માટે એક મોટી જીતની માફક છે, પણ એક્સપર્ટે સાવધાની રાખવાની સલાહ આપી છે. કોર્ટનો આ નિર્ણય ખાલી IEEPA અંતર્ગત લગાવેલા ટેરિફ સુધી મર્યાદિત છે. અમેરિકી પ્રશાસન પાસે હજુ પણ સેક્શન 232 અને સેક્શન 301 જેવી કાનૂની જોગવાઈ રહેલી છે. જેનો ઉપયોગ કરી તે નવેસરથી ટેરિફ લગાવી શકે છે. આ ઉપરાંત ગ્લોબલ બજારમાં અન્ય દેશો સાથે પ્રતિસ્પર્ધા વધારે તીવ્ર થઈ શકે છે. આ નિર્ણય ભારતીય રોકાણકારો માટે એક સોનેરી અવસર લાવ્યો છે, પણ તેનો લોંગ ટર્મ ફાયદો અમેરિકી સરકારની ભાવી ટ્રેડ પોલિસીઝ પર નિર્ભર કરશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *